Tuesday 19 November 2013

નાના - મોટા સહુ ને સતાવતો પગ ની પીંડી નો દુખાવો 

નાના છોકરા થી માંડી ને મોટી વય ની મહિલાઓ કે પુરુષો ને બધાને પગ ની પીંડી માં દુખાવો થતો હોય છે , કેટલાક ને એક તો કેટલાક ને બંને પગ માં થતો હોય છે , પરંતુ આ પાછળ નું સૌથી મોટું સંભવિત કારણ છે - કબજિયાત .
લાંબા સમય થી કબજિયાત રહેતી હોય , જેમની બ્લડ સુગર ઓછી રહેતી રહેતી હોય ( ખાસ કરીને diet ના નામે 1 ચમચી પણ ખાંડ ના ખાતા હોય ) આડેધડ ઉપવાસ અને એકાસણા કરતા હોય અને જેમનું બ્લડ પ્રેશર પણ ઓછુ રહેતું હોય તેમને પગ ની પીંડી ઓ ખાસ દુખતી હોય છે . આ ઉપરાંત , વિટામીન B -1, B -5 અને પોટેશિયમ ની કમી ને કરને પણ પગ દુખી શકે છે .અન્ય મેડીકલ કંડીશન માં વધુ પડતી કસરત કરવાથી , એક ની એક સ્થિતિ માં પગ રાખવાથી , રક્તવાહીની માં કોઈ પ્રકાર નો અવરોધ આવવાથી કે પછી હાડકા માં કોઈ પ્રકાર નું ઇન્ફેકશન થવાથી દુખાવો થતો હોય છે . ઘણી વખત ડાયાબીટીક પેશન્ટ માં દવા નો ડોઝ વધુ હોય તો hypoglycemia થવાથી પણ calf muscle દુખે છે . 
આ પ્રકાર ની તકલીફ માં તલ ના તેલ થી માલીશ કરી શકાય જેનાથી થોડી રાહત મળે છે તથા એક્સેસ માત્રા માં dieting ના કરવું જોઈએ .
        
             પોટેશિયમ શરીર માટે એક ખુબ જ જરૂરી ઘટક છે, તે શરીર માં electricity નું વહન કરે છે , મજ્જા તંતુ ઓ મારફતે એક અવયવ થી મગજ સુધી સંદેશાઓ લઇ જવામાં તેનો બહુજ મોટો ફાળો છે અને આ ખનીજ તત્વ સ્નાયુ ના સંકોચન અને વિસ્તરણ માં અગત્ય ની ભૂમિકા ભજવે છે અને પોટેશિયમ શરીર ના હાડકા ના માળખા ને મજબુત રાખવાનું કાર્ય કરે છે , તે કેળા , દ્રાક્ષ ,ફણસી , કોબીજ , બટાકા  orange juice , મકાઈ માંથી મળી રહે છે .
          વિટામીન B 1 ને થાયમીન તરીકે પણ ઓળખવામાં આવે છે , આપના ખોરાક માં લેવાતા carbohydrates નું energy માં રૂપાંતર કરે છે મજ્જા તંતુઓને પણ અને  સ્નાયુ ને પણ મજબુત   બનાવે છે , દારૂનું વ્યસન ધરાવનારા લોકો માં થાયમીન deficiency થાય છે . છડ્યા વિનાના ચોખા , ઘઉં , કાજુ , બદામ , ખજુર માંથી વિટામીન B 1 પૂરતા પ્રમાણ માં મળી રહે છે .
આયુર્વેદિક ઉપચાર :
અગ્નિ તુંડી વટી -   આ ઔષધ માં મુખ્ય ઘટક ઝેર કોચલા ( nux vomica ) છે , આ ઔષધ આયું નિષ્ણાત ની સલાહ હેઠળ લઇ શકાય , ઝેર કોચલા શીથીલ થયેલા જ્ઞાન તંતુ ઓ માં ચૈતન્ય લાવે છે , તેની કાર્ય ક્ષમતા વધારે છે , શાસ્ત્રો માં તેને પાદ્વ્યથા હર તરીકે પણ દર્શાવેલું છે . આ ઉપરાંત , આ દવામાં અજમો , હરડે , બહેડા ,આમલા ,સુંઠ , મરી , પીપર , જીરું, વાવડીંગ ,સિંધાલુણ , સંચળ , યાવક્ષાર ,પરદ અને ગંધક જેવા herbs પણ છે . જેને કારણે આમ નું પાચન થાય છે અને ભૂખ સરખી લાગે છે , સ્ફૂર્તિ લાગે છે અને પગ ની પિંડીમાં જે કળતર થાય છે તે પણ મટે છે .
                               આયુર્વેદ એ પૌરાણિક science છે, તે કોઈ ચમત્કાર નથી , પણ હા જો તેમાં જણાવેલા સૂચનો નું પાલન કરવામાં આવે તો એ ચમત્કાર થી સહેજ પણ ઓછુ નથી .
 consultation માટે inbox કરવું અને reply માટે રાહ જુવો તો સારું એવા તમામ વાચક મિત્રો ને વિનંતી !
વડીલો ની સલાહ હમેશા આવકાર્ય છે , અને youngsters ના suggestionsથી પ્રેરણા મળશે  .